Site icon hindtv.in

સુરતમાં હિરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા 41 હજાર પુસ્તકોનુ વિતરણ

સુરતમાં હિરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા 41 હજાર પુસ્તકોનુ વિતરણ
Spread the love

સુરતમાં હિરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા 41 હજાર પુસ્તકોનુ વિતરણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી
શિક્ષણ અને જન જાગૃતિનો સંદેશ આપતું અભિયાન હાથ ધરાયુ

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિન નિમિત્તે હિરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા 41 હજાર પુસ્તકોનુ વિતરણ કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસે સેવા કાર્ય હાથ ધરાયુ હોય તેમ હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ લોકહિતકારી આયોજન કરાયુ હતું. હર્ષ સંઘવીના જન્મદિન 8 જાન્યુઆરી 2026ના રોજ 41,000 પુસ્તકોનું વિતરણ કરાયું હતું. સાથે 41,000 સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરાયું હતું. સાયબર ફ્રોડથી બચવા બુકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવી હતી. શિક્ષણ અને જન જાગૃતિનો સંદેશ આપતું અભિયાન હાથ ધરાયુ હતું અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે. તો હર્ષ સંઘવીના જન્મદિવસે સેવા અને સંવેદનાની અનોખી ઉજવણી કરાઈ હતી.

Exit mobile version