Site icon hindtv.in

સુરતના ડીંડોલી સણીયા રોડ પર વિવાદ

સુરતના ડીંડોલી સણીયા રોડ પર વિવાદ
Spread the love

સુરતના ડીંડોલી સણીયા રોડ પર વિવાદ
ડે.મેયરના પુત્ર અને સરપંચનો જાહેરમાં વિવાદ
મધુવન ફાર્મ સામે ગોચરની જમીન પર બુલડોઝર કામગીરી દરમિયાન વિવાદ

સુરતના ડીંડોલી સણીયા રોડ પર મધુવન ફાર્મ સામે ગોચરની જમીન પર બુલડોઝર કામગીરી દરમિયાન વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા રોડ પર મધુવન ફાર્મ સામેની જગ્યા પર ગોચરની જમીનને લઈ વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે ગામના સરપંચ દ્વારા બુલડોઝર સાથે સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરતના એક ડેપ્યુટીના પુત્રો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું. સ્થળ પર થોડા સમય માટે માથાકૂટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. વિવાદ વધુ ન વધે તે માટે પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વિવાદને પગલે સરપંચને ગોચરની જમીન પર ચાલી રહેલી કામગીરી અટકાવી સ્થળ પરથી પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Exit mobile version