Site icon hindtv.in

માંડવી સિવિલ કોર્ટ ખાતે 518 કેસનો નિકાલ કર્યો

માંડવી સિવિલ કોર્ટ ખાતે 518 કેસનો નિકાલ કર્યો
Spread the love

માંડવી સિવિલ કોર્ટ ખાતે 518 કેસનો નિકાલ કર્યો
રાષ્ટ્રીય લોક અદાલતમાં પેન્ડિંગ1207 કેસો

માંડવી સિવિલ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતમાં પેન્ડિંગ1207 કેસો પૈકી 518 કેસનો નિકાલ.

માંડવીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ સિવિલ કોર્ટે માંડવીમાં પેન્ડિંગ 1207 કેસો પૈકી રાષ્ટ્રીય લોક અદાલતમાં 518 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ મનીષ બુદ્ધભટ્ટી દ્વારા દીપ પ્રગટ્ય કરી શુભારંભ સવારે 10. 30 કલાકે કરવામાં આવ્યો. આ યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસોમાં રૂપિયા 81,64,464 ની રકમનો એવોર્ડ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોર્ટના નાઝિર સંદીપ પંચાલ અને માંડવી વકીલ મંડળના પ્રમુખ પ્રતાપ શર્મા, સિનિયર વકીલ ઐયુબભાઈ, સેક્રેટરી મનીષ ટેલર તથા મિડિયેટર તરિકે જીગ્નેશ શાહ, મંગાભાઈ ગામિત દ્વારા રાષ્ટ્રીયલોક અદાલતને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું….

Exit mobile version