સુરતમાં એસઆઈઆરની કામગીરી માટે ચર્ચા
ચૌટા બજારમાં નિતિન ભજીયાવાળાના ઘરે ભાજપ પ્રદેશ પ્રમુખ
રાજકીય ચર્ચાએ જોર પકડ્યું
સુરતમાં એસઆઈઆરની કામગીરી માટે ચર્ચા કરવા સુરત આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ ચૌટા બજારમાં પુર્વ ભાજપ શહેર પ્રમુખ નિતિન ભજીયાવાળાના ઘરે મુલાકાતે પહોંચ્યા હતાં.
ભાજપ પ્રદેશ પમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે છે ત્યારે તેઓ પૂર્વ સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાના નિવા સ્થાને પહોંચ્યા હતાં. નિતિન ભજીયાવાલાના ચૌટા બજારના નિવાસ્થાને જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી હતી. તો જગદીશ વિશ્વકર્મા અને નીતિનભાઈના જુના સબંધ હોય જયારે તે શહેર પ્રમુખ હતા ત્યારે તેઓ પણ અમદાવાદ શહેર પ્રમુખ હતા જેથી મળવાનું થતું હતુ. તો આજે એસઆઈઆરની કામગીરી માટે ચર્ચા કરવા જગદીશ વિશ્વકર્મા સુરત આવતા તેઓએ નીતિન ભાઈને ત્યાં પહોંચી મુલાકાત કરતા રાજકીય જોર ગરમાયુ છે. તો પ્રદેશ પ્રમુખ સાથે ધારાસભ્ય વિનુ મોરડીયા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી સાથે શહેર પ્રમુખ પરેશ પટેલ પણ મુલાકાતે પહોંચ્યા હતાં.

