સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇ ચર્ચા
ઉમરા ખાતે કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
પેજ કાર્યકર્તાઓ અને કમિટિના સભ્યો સાથે મુલાકાત કરી
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપ સક્રિય થયુ હોય તેમ ઉમરા ખાતે કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપ સક્રિય થઈ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ઉમરા વિસ્તારમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટિલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી. મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પેજ કાર્યકર્તાઓ અને કમિટિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ચર્ચાઓ કરી હતી.

