Site icon hindtv.in

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં દુર્ઘટના,

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં દુર્ઘટના,
Spread the love

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં દુર્ઘટના,
લોખંડનો ગેટ તૂટી પડતા 3 વર્ષના બાળકનું મોત
પાલિકાની બેદરકારીના લીધે બાળકનું મોત : પરિવારજનો

સુરત મહાનગર પાલિકાના પર્વત ગામ ખાતે આવેલા ગાર્ડનનો ગેટ ત્રણ વર્ષના બાળક પર પડતા તેનુ મોત નિપજ્યુ હતુ જેને લઈ પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતાં.

સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં આવેલ સુરત મહાનગર પાલિકાના ગાર્ડનનો ગેટ ત્રણ વર્ષના બાળક પર પડતા મોત નિપજ્યુ હતું. ત્રણ વર્ષિય બાળક અન્ય બાળકો સાથે ગાર્ડન પાસે રમી રહ્યો હતો ત્યારે જ અચાનક ગાર્ડનનો ગેટ બાળક પર પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે સારવાર મળે તે પહેલા જ બાળકનુ મોત નિપજ્યુ હોય તબીબે બાળકને મૃતક જાહેર કર્યો હતો. જેને લઈ સુરત મહાનગર પાલિકાની બેદરકારીના લીધે બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે હાલ સમગ્ર મામલે પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version