Site icon hindtv.in

ડિંડોલી પોલીસે ટ્રકમાંથી 4.69 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ડિંડોલી પોલીસે ટ્રકમાંથી 4.69 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Spread the love

ડિંડોલી પોલીસે ટ્રકમાંથી 4.69 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પેટ્રોલિંગ દરમિયાન ડિંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો
ડિંડોલીમાં ટ્રક સાથે દારૂનો જથ્થો ઝડપાતા 10 લાખથી વધુની મત્તા કબ્જે

ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડિંડોલી રોયલ સ્ટાર રેસીડેન્સીથી રામી પાર્ક જતા રસ્તા પરથી ટાટા ટ્રકમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.

સુરતની ડિંડોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડિંડોલી રોયલ સ્ટાર રેસીડેન્સીથી રામી પાર્ક જતા રસ્તા પરથી પસાર થતી ટાટા ટ્રકને આંતરી ટ્રકમાંથી મુળ યુપીનો અને હાલ વસઈમાં રહેતા ગણેશ દયારામ યાદવને ઝડપી પાડ્યો હતો અને ટ્રકની ઝડતી લેતા તેમાંથી 4 લાખ 69 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિત 10 લાખ 77 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version