Site icon hindtv.in

ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડ્યા

ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડ્યા
Spread the love

ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડ્યા
પ્રતિબંધ છતાં જાહેરમાં જુગાર, ડિંડોલીમાં 12 જુગારીઓ ઝડપાયા

સુરતમાં પ્રતિબંધ હોવા છતા જાહેરમાં જુગાર રમાતુ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા અપાયેલી સુચનાને લઈ પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ડિંડોલી મહાદેવ નગર 1 સોસાયટીમાં જુગાર રમતા જુગારીઓ મહેશ ખલસે, જગદિશ ઢાલવાલે, ધર્મેશ ખલસે, સુનિલ સકેટ, ગણેશ બોરસે, વિશાલ ધર્મા, ઈશ્વર સકટ, અશોક રાખુંડે, દિબંગર ઉર્ફે દિપક સકટ, અનિલ કસબે, કૈલાશ સકટ અને અશોક ચૌહાણને ઝડપી પાડી અંગઝડતીના તથા દાવના રોકડ 52 હજારથી વધુ કબ્જે લઈ તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version