સુરતમાં દિલીપ સંઘાણીના કોંગ્રેસ ઉપર કર્યા પ્રહારો
તુષાર ચૌધરીએ દિલીપ સંઘાણીએ કરેલા નિવેદનને લઇ વળતો પ્રહાર કર્યો
કહ્યું દિલીપ સંઘાણીએ કોંગ્રેસ માટે ચિંતા કરવાની જરૂર નથી
સુરતમાં દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર કરેલા પ્રહારો વચ્ચે પુર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપી દિલીપ સંઘાણીએ કોંગ્રેસ માટે ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યુ હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ દિલીપભાઈ સંઘાણીએ કરેલા નિવેદનને વળતો પ્રહાર કર્યો હતો. સુરતમાં સંઘાણીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કરેલા નિવેદન સામે જવાબ આપી કહ્યુ હતુ કે દિલીપભાઈ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી. આ ઘોડા છે કે ગધેડા છે કે ખચર છે. કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ પહેલી વખત દિલ્હીથી કરવામાં આવી છે. આ વખતની રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિને કામની સમીક્ષા થશે. પક્ષની ડિમાન્ડ છે એ મુજબની કામગીરી નહીં કરી શકો તો તેમને બદલી નાંખવામાં આવશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય આપ્યુ તે અંગે કહ્યુ હતુ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે, સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે મળતું નથી. અને માત્ર લાઈમ લાઈટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે. કોઈના મોઢે તાળા મારી શકાતા નથી. લોકો મન ફાવે તેવું બોલે છે પરંતુ મારા જેવા હોય તો પોલીસ ફરિયાદ પણ કરે છે.

