Site icon hindtv.in

ભરૂચ આમોદમાં સ્મશાન ગૃહની બિસ્માર હાલત.

ભરૂચ આમોદમાં સ્મશાન ગૃહની બિસ્માર હાલત.
Spread the love

ભરૂચ આમોદમાં સ્મશાન ગૃહની બિસ્માર હાલત.
જેસીબી મશીનથી ખોદકામ કરતા દીવાલ અને બાકડાને નુકસાન.
સ્મશાન સુધી જવાનો રસ્તો બિસ્માર હોવાથી હાલાાકી.

ભરૂચ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહમાં વિકાસ કામો માટે 1.02 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં સ્મશાન સુધી જવાનો રસ્તો બંધ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

ભરૂચ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્મશાનમાં ચાલી રહેલા કામ દરમિયાન થયેલી બેદરકારી અને તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં ખોદકામ અને જેસીબી દ્વારા કામગીરી દરમ્યાન અંદરના માર્ગો બગડી ગયા છે. સ્મશાનમાં આવેલી આશરે 10 જેટલી બાંધકામ રચનાઓ અને નવી બનાવાયેલી ચેઈને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, ભાજપના પૂર્વ મહામંત્રી તથા હિન્દુ સમાજના યુવાનોએ સ્મશાનની મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોનું કહેવું છે કે જો આવી સ્થિતિમાં કોઈ અંતિમયાત્રા આવે તો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરતા નથી અને કોન્ટ્રાક્ટર પોતાની મનમાનીથી કામ કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાના કામો ચાલી રહ્યા હોવા છતાં યોગ્ય દેખરેખનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે સાંસદ ફંડમાંથી ફાળવાયેલા આશરે રૂ. 6 લાખના ગેટનું કામ પણ છેલ્લા એક વર્ષથી અધૂરું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

ભૂમિપૂજન બાદ કામમાં ગતિ ન આવતાં લોકોમાં અસંતોષ વધુ વધી રહ્યો છે. ભાજપના પુર્વ મહામંત્રી ભીખા લિંબચીયાએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આગેવાનો અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ આ મામલે સોમવારે પાલિકામાં રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. લોકોએ માંગ કરી છે કે સ્મશાન સુધીનો રસ્તો તાત્કાલિક સાફ કરવામાં આવે, નુકસાનગ્રસ્ત ભાગોની મરામત કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version