Site icon hindtv.in

વાપી ધરમપુર નેશનલ હાઈવે નાનાપોંઢા નજીક કોલક નદીનો જર્જરિત પુલ

વાપી ધરમપુર નેશનલ હાઈવે નાનાપોંઢા નજીક કોલક નદીનો જર્જરિત પુલ
Spread the love

વાપી ધરમપુર નેશનલ હાઈવે નાનાપોંઢા નજીક કોલક નદીનો જર્જરિત પુલ
ભારે વાહનો માટે બંધ થતાં 20 – 25 ગામના લોકોને હાલાકી
5000 વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીકના કોલક નદી ઉપરનો બ્રિજ જર્જરિત થયા બાદ બંધ થતા ચાર થી પાંચ હાજર વિદ્યાર્થીઓ અને આજુબાજૂના 20 થી 25 ગામોના લોકોને અવરજવર કરવા માટે પડતી મુશ્કેલીને નિવારણ લાવવા બ્રિજનું સમારકામ કરી તાત્કાલીક ચાલુ થાય એની રજૂઆત ધારાસભ્યએ કરી છે.

વાપી -ધરમપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 56 પર છેલ્લા કેટલાક સમયથી નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે. જેના કારણે નાનાપોંઢા તાલુકા મથક હોવાથી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અંદાજીત 5000 વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે અને તે વિસ્તારના 20 થી 25 ગામોના લોકોને પબ્લીક ટ્રાન્સપોર્ટની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોએ ધારાસભ્યને રજુઆત કરી અને ધારાસભ્યએ તંત્ર અને અધિકારીઓને રજુઆત કરી છે ત્યારે NH 56ના અધિકારી બ્રિજ રેપરિંગનું કામ કરવા મુહર્ત ક્યારે કરશે એ જોવું રહ્યું.

નાનાપોંઢા તાલુકા નજીકના કોલક નદી બ્રિજ મરામતકાર્ય કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતા કપરાડા ધારાસભ્ય જીતુ ભાઈ ચૌધરી એ 56 ના અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. કોલક નદીના બ્રિજ ઉપરથી બસ સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો હોવાથી વિદ્યાર્થીઓએ અંદાજે 2 કિ.મી.ના અંતરે આવેલી શાળામાં જવા માટે આશરે 8કિ.મી.નો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે. જેથી નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજનું મરામત કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version