સુરતમા ડીજીટલ એરેસટ કરી છેતરપીડી
વુદધને ડીજીટલ અરેસ્ટ કરી ૧.૩૪ કરોડની છેતરપીડી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીબીઆઈના નકલી અધિકારી બની વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરી 1.34 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં કર્ણાટકના આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી રહેલા ગુનેગારોને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે સીબીઆઈના નકલી અધિકારી બની 90 વર્ષના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરી 1 કરોડ 34 લાખ રૂપિયાની છેતરપિંડી રવાના કર્ણાટકના કોલાર સાયબર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો મીસ્ત્રી વઘાડીયાને સુરતમાંથી ઝડપી પાડી તેનો કબ્જો કોલાર સાયબર ક્રાઈમ પલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

