સુરતના હીરા ઉદ્યોગમાં મુશ્કેલી
ટ્રમ્પનો ટેરિફ સુરતના હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે
સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ અમેરિકા છે
ટેરિફ પહેલા ડાયમંડના મળેલા ઓર્ડર હાલમાં પૂર્ણ થયા
અમેરિકાએ ભારત પર લગાવેલુ ટેરીફ હિરા ઉદ્યોગના તહેવાર અને ખાસ કરીને દિવાળી બગાડશે તેમ લાગી રહ્યુ છે.
અમેરિકાએ લગાવેલું ટેરીફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે. સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ અમેરિકા છે. જે ઓર્ડરો અત્યાર સુધી મળ્યા ડાયમંડ અને જવેલરીના તે પૂર્ણ થયા છે. પણ હવે નવા ઓર્ડરો ટેરીફ લાગ્યા બાદ સ્ટોપ પર મુકાયા છે. 80 બિલિયન ડોલરનું ભારતનુ પોતાનું માર્કેટ છે. એટલે ભારતમાં બનેલો ડાયમંડ અને જવેલરી ભારતમાં કઈ રીતે વેચાય તે માટે કામ કરવામાં આવશે. સૌથી વધુ અસર સેઝ જેવા નોટિફાઇ ઝોનને થશે. સેઝ ડાયમંડનું ડાયરેકટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે તેમને વધુ અસર થશે. બે મહિના બાદ પણ આ પરિસ્થિતિ રહી તો સેઝ જેવા નોટિફાઇડ ઝોનના કારીગર બેરોજગાર થઈ જશે. જીજેઈપીસી દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી કે સેઝ નોટિફાઇડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધો કરવાની મનજૂરી અપાય. આ ઉપરાંત તેમને માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ ફાળવવામાં આવે. અન્ય હીરાના ઉદ્યોગોપતિઓ હીરાનું વેચાણ માટે અન્ય દેશોના માર્કેટો પણ શોધી રહ્યા છે. અમેરિકા મોટો માર્કેટ હતું પરંતુ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ડાયમંડનું વેચાણ મહત્વનું રહેશે.

