Site icon hindtv.in

કુકરમુંડા ખાતે વિધાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ

કુકરમુંડા ખાતે વિધાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ
Spread the love

કુકરમુંડા ખાતે વિધાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ
ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા સંવાદનો કાર્યક્રમ
પોલીસમાં કઈ રીતે ભરતી થવાય તે અંગે કારકિર્દી માર્ગદર્શન

તા.26 નવેમ્બરના રોજ કુકરમુંડા ખાતે આવેલ શેઠ એસ.કે કાપડિયા વિદ્યાલય કુકરમુંડા ખાતે અત્રેની ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા વિધાર્થીઓ સાથે સંવાદનો નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કુકરમુંડા ખાતે અત્રેની ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા વિધાર્થીઓ સાથે સંવાદનો નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નિઝર ડી. વાય એસ.પી. આઈએન. પરમાર તથા કિરણભાઈ પાડવી તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ટ્રાફિકના નિયમો પાળવા તથા તમામ બાળકોને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવા અને પહેરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે સાયબર ક્રાઇમના વિવિધ સ્વરૂપોની છણાવટ કરી તેમાંથી બચવા શું કરવું જોઈએ તેની વિગતવાર ચર્ચા કરી હતી. તથા પોક્સો એક્ટ અંતર્ગતની વિવિધ જોગવાઈઓની વાત કરવાની સાથે પોલીસમાં કઈ રીતે ભરતી થવાય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સાથે સાથે પોલીસ ની વિવિધ કામગીરી અને પડકારો બાબતે પણ સંવાદ કરવા માં આવ્યો હતો. શાળાના આશરે 200 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ આ જાગૃતિ કાર્યક્રમ માં ભાગ લીધો હતો..

Exit mobile version