Site icon hindtv.in

બારડોલીમાં નિદાન કેમ્પનું આયોજન કરાયું

બારડોલીમાં  નિદાન કેમ્પનું આયોજન કરાયું
Spread the love

બારડોલીમાં નિદાન કેમ્પનું આયોજન કરાયું
આનંદ પટેલના જન્મ દિવસ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું
વરાડ હાઈસ્કૂલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

બારડોલી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ ડો. આનંદ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

બારડોલી ખાતે તાલુકા ભાજપ સંગઠન માં થોડા દિવસો પહેલાંજ પ્રમુખ તરીકે ડો. આનંદ પટેલ ની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ડો. આનંદ પટેલ દ્વારા તેમના જન્મ દિવસ ને કંઈક અલગ રીતે જ ખાસ બનાવ્યો હતો. આજ રોજ તેમનો જન્મ દિવસ હોય તેમના દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ રેશન કાર્ડ જેવી તમામ સરકારી સુવિધાઓ પણ લોકો ને મળી રહે એ પ્રકાર નો કેમ્પ યોજાયો હતો. બારડોલી તાલુકા ના રાયમ ગામે આવેલ વરાડ હાઈસ્કૂલ માં સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કરુણા ફાઉન્ડેશન, આઈ એમ આઈ બારડોલી સહિત ની સહયોગી સંસ્થાઓ પણ જોડાઈ હતી.સમગ્ર કાર્યક્રમ માં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ બામણી. જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ. સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જીગરભાઈ નાયક તેમજ તાલુકા સંગઠન ના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Exit mobile version