ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી વિવાદમાં આવ્યા
મહાત્મા ગાંધીને લઈને પ્રકાશ વરમોરાએ કર્યું વિવાદાસ્પદ નિવેદન
વિડીયોમાં પ્રકાશ વરમોરાએ કહ્યું ગાંધી પણ દારૂ પીતા હતા
હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક લાઈવ દરમિયાન દારૂના મામલે સ્પષ્ટતા કરતી વખતે મહાત્મા ગાંધી વિશે બફાટ કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ થવાની શક્યતા છે.
હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાની પાર્ટી કે સંગઠનમાં ચારિત્રહીન માણસોના આગમન અંગે ફેસબુક લાઈવ કર્યું હતું, જેમાં તેમણે દારૂ બાબતે સ્પષ્ટતા કરી. લાઈવ દરમિયાન ધારાસભ્યે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, “મહાત્મા ગાંધી પણ દારૂ પિતા થઈ ગયાં હતાં, ધારાસભ્ય દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ લઈને દારૂ બાબતે કરવામાં આવેલો આ ઉલ્લેખ અત્યંત સંવેદનશીલ અને વિવાદિત ગણાઈ રહ્યો છે. તેમના આ નિવેદનને કારણે રાજ્યના રાજકારણમાં વિવાદ વધુ વકરવાની શક્યતા છે. પક્ષ તેમજ વિપક્ષ તરફથી આ મામલે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી શકે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
