Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણાં કાર્યક્રમ

સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણાં કાર્યક્રમ
Spread the love

સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણાં કાર્યક્રમ
ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોનો કબજો
યુનિયનોની અનેકવિધ માંગણીઓ પડતર

સુરત મહાનગર પાલિકાની કચેરીએ સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.

સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળ એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોનું મહામંડળ દ્વારા સવારે 10 થી સાંજે 6:30 ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ યુનીયનોના હોદ્દેદારો, કારોબારી સભ્ય તથા સક્રિય કાર્યકરો એક દિવસના ધરણામાં જોડાયા હતાં. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (ડી) નિધિ સિવાચ દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોનો કબજો લઈને યુનિયનોની બદનામી કરી હોય તેઓને ડેપ્યુટેશન પરથી ગુજરાત સરકારમાં તાકીદે પરત બોલાવી લેવા માટે, યુનિયનોની જે ઓફિસનો કબજો લેવાયો છે તે તમામ ઓફિસો તાકીદે યુનીયનોને ફરી માનભેર પરત આપવા તેમજ યુનિયનોની અનેકવિધ માંગણીઓ પડતર છે જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકર કરવા માટે યુનિયનો દ્વારા ધરણાં યોજાયા હતાં.

Exit mobile version