સુરત મહાનગર પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ધમાલ
વિરોધ પક્ષ દ્વારા ગંદા પાણી અને કચરા કભાંડ અંગે ગંભીર આક્ષેપો
ખજોદમાં કચરાના પહાડ અને ગંદા પાણીની સમસ્યા મુદ્દે વિરોધ
સુરત મહાનગર પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ગંદા પાણી અને કચરા કભાંડ અંગે ગંભીર આક્ષેપો કરી લેપટોપ બતાવી વિરોધ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષનો આક્રમક મિજાજ જોવામળ્યો હતો. વિકાસના દાવાઓની પોલ ખોલતા વિપક્ષી નેતાઓએ આઈપેડ અને લેપટોપમાં અસલી વિકાસ દર્શાવ્યો હતો. રસ્તાઓ પર ટ્રાફિક જામ અને કચરાના મેનેજમેન્ટમાં શાસક પક્ષ નિષ્ફળ હોવાનો ગંભીર આરોપ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો. સાથે ખજોદમાં કચરાના પહાડ અને ગંદા પાણીની સમસ્યા મુદ્દે જનતામાં રોષ હોવાનુ કહી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ભાજપે જનતાના પૈસાનો વેડફાટ કર્યો હોવાનો પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો હતો.

