Site icon hindtv.in

સાતમા નોરતે ભાવનગર જિલ્લા જેલમાં ભક્તિમય માહોલ

સાતમા નોરતે ભાવનગર જિલ્લા જેલમાં ભક્તિમય માહોલ
Spread the love

સાતમા નોરતે ભાવનગર જિલ્લા જેલમાં ભક્તિમય માહોલ
માતાજીની આરાધના સાથે કેદીઓ ગરબે ઝૂમ્યા
જેલના અધિકારીઓ પણ કેદીઓ સાથે ગરબે રમ્યા
જેલમાં નવરાત્રિની ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી થઈ

ભાવનગર: નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણી ભાવનગર જિલ્લા જેલમાં પણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. માતાજીના સાતમા નોરતાના પાવન અવસરે જિલ્લા જેલમાં કાચા તેમજ પાકા કામના કેદીઓએ માતાજીની આરાધના કરી ગરબે ઝૂમીને નવરાત્રીની ઉજવણી કરી હતી.

જેલની ચાર દીવાલો વચ્ચે પણ નવરાત્રીના રંગ અને માતાજીની ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગરબાના તાલે કેદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેદીઓએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી નવરાત્રીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો આ ઉજવણીની વિશેષતા એ રહી કે ભાવનગર જિલ્લા જેલના અધિકારીઓ પણ કેદીઓ સાથે ગરબે રમ્યા હતા. અધિકારીઓ અને કેદીઓએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવતા જેલ પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. નવરાત્રીના પવિત્ર દિવસોમાં જેલમાં યોજાયેલા આ આયોજનથી કેદીઓમાં પણ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી

Exit mobile version