Site icon hindtv.in

જન્માષ્ટમીએ સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

જન્માષ્ટમીએ સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
Spread the love

જન્માષ્ટમીએ સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ

સુરતમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને મંદિરમાં સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં આજે કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભગવાનના આ દિવ્ય આવિર્ભાવ તિથિ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. આજના પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણ માટે ખાસ શુદ્ધ સિલ્ક પર ઝરીકામ કરેલો 3.20 લાખની કિંમતનો આકર્ષક પોશાક તૈયાર કરાયો છે. મંદિરના સચિસુતકુમાર દાસે સુરતવાસીઓને રાત્રે 12:30 વાગ્યા સુધી દર્શન, આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.

Exit mobile version