વલસાડના પારડીમાં આવેલા વિનાશક પૂર
માનવતા અને ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું
પરિવારને પૂરગ્રસ્ત ઘરમાં જ રાખ્યા
પહેલા લોકોના જીવ બચાવવાનું પસંદ કર્યું હતું.
વલસાડના પારડીમાં આવેલા વિનાશક પૂરના સમયમાં માનવતા અને ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું હતુ જેમાં પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ વાયબી ગોહિલે પોતાના પરિવારને પૂરગ્રસ્ત ઘરમાં જ રાખીને પહેલા લોકોના જીવ બચાવવાનું પસંદ કર્યું હતું.
વલસાડમાં પડેલા ધોધમાર વરસાદમાં પારડીની અવધ સોસાયટીમાં અંદાજે 15 ફૂટ જેટલું પાણી ભરાતા પ્રથમ માળ સુધીની ઇમારતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. એ જ સોસાયટીમાં રહેતા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ વાયબી ગોહિલે પોતાના પરિવારને ઘરે જ સુરક્ષિત રહેવા કહી બોટ બોલાવી, પ્રથમ માળની ગેલેરીમાંથી જોખમી રીતે નીચે ઉતરી ફરજ પર નીકળી ગયા હતાં. ત્યારબાદ દિવસ-રાત પોલીસ સ્ટાફ સાથે સતત કામગીરી કરીને આશરે 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને અનેક સોસાયટીઓમાં ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતાં. તમામ બચાવ કામગીરી પૂર્ણ કર્યા પછી જ તેઓ પોતાના પરિવારને રેસ્ક્યુ કરવા પરત ફર્યા હતાં. ફરજ જવાબદારી અને માનવતાનું આ ઉદાહરણ ખરેખર સલામ કરવા જેવું છે.

