Site icon hindtv.in

ભાવનગરમાં અકસ્માતે દરિયામાં ગરક થઈ ગયેલ હતભાગી રત્નકલાકાર

ભાવનગરમાં અકસ્માતે દરિયામાં ગરક થઈ ગયેલ હતભાગી રત્નકલાકાર
Spread the love

ભાવનગરમાં અકસ્માતે દરિયામાં ગરક થઈ ગયેલ હતભાગી રત્નકલાકાર
રત્નકલાકારનો મૃતદેહ 24 કલાકે હાથ લાગ્યો
હાથબના દરિયાકાંઠે મિત્રો સાથે ફરવા ગયેલ
માલણકાગામનો યુવાન ભરતીના પાણીમાં ફસાઈ જતા ડુબી ગયો

ભાવનગર જિલ્લાના માલણકા ગામનો રત્નકલાકાર યુવન ગતરોજ અમાસ નિમિત્તે હાથબના દરિયાકાંઠે મિત્રો સાથે ફરવા ગયો હતો એ દરમ્યાન દરીયા મા ભારે ભરતી આવતા ભરતીના પાણીમાં ફસાઈ ને ડુબી ગયેલ રત્નકલાકાર દરિયાનાં ઉંડા પાણીમાં ગુમ થઈ ગયો આ રત્નકલાકાર નો મૃતદેહ 24 કલાકની ભારે જહેમત બાદ કિચડ(મડ) માંથી મળી આવ્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર માલણકા ગામે રહેતો અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતો આશિષ જગદીશભાઈ બારૈયા ઉંમર વર્ષ 18 નામનો યુવાન ગત બુધવારે બપોરે મિત્રો સાથે હાથબ ના દરિયાકાંઠે ફરવા ગયો હતો અને કાંઠે નદીના મુખ પાસે મિત્રો સાથે આશિષ બેઠો હોય એ દરમ્યાન દરિયામાં અમાસની ભારે ભરતી આવતા નદીનાં વોંકળા અને દરિયા વચ્ચે ફસાઈ ગયો હતો જ્યારે તેનાં ત્રણેય મિત્રો સલામત રીતે કાંઠે આવી ગયા હતા જ્યારે આશિષ જગદીશભાઈ બારૈયા ઉંમર વર્ષ 18 ભરતીના પાણીમાં તણાઈ ને ગુમ બન્યો હતો આ અંગે આશિષના મિત્રો એ હાથબ ગામના લોકો તથા ઘોઘા પોલીસને જાણ કરતા પોલીસ, ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુમ યુવાનની શોધખોળ હાથ ધરી હતી યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો દરમ્યાન રાત ઢળી જતા શોધખોળ પડતી મુકવામાં આવી હતી અને આજે સવારે હોડી માછીમારો, તરવૈયાઓ સહિતનાઓએ ફરી દરિયો ખંખોળ્યો હતો અને ઘટના થી ત્રણ,ચાર કિલોમીટર દૂર દરિયામાં કાદવ-કિચડમા ખૂંચેલી હાલતમાં હતભાગી રત્નકલાકારનો મૃતદેહ મળી આવતા લોકોએ મૃતદેહને બહાર કાઢી કાંઠે લાવી ઘોઘા પોલીસને હવાલે કરતાં પોલીસે લાશનું સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે કોળીયાક સીએચસી સેન્ટરમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને પગલે મૃતકના પરીવારમાં અને માલણકા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું..

Exit mobile version