સુરેન્દ્રનગર મૂળીના ધોળીયા ગામમાં દેશી દારૂનું વેચાણ.
લોકોએ જનતા રેડ કરી વીડિયો વાયરલ કર્યો.
પોલીસને અનેક વખત જાણ કરી છતાં નહી કરી કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળીયા ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ગ્રામજનો દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ દારૂના વેચાણ પર રોષ ઠાલવી રહ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળીયા ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ગ્રામજનોએ પોલીસને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહી થવાનો આક્ષેપ કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં સજુબેન બાટીયા અને લાલજી બાટીયા નામના ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામમાં દેશી દારૂની રેલમછેલ ખુલ્લેઆમ ચાલી રહી છે. આ દારૂના કારણે ગામમાં રોજ ઝઘડાઓ થાય છે અને અનેક પરિવારોના ઘર કંકાસ અને આર્થિક મુશ્કેલીમાં હોમાઈ રહ્યા છે. ગ્રામજનોનો આક્રોશ એ વાત પર હતો કે દારૂ પીને આવતા લોકોને પકડીને માર મારવામાં આવતો હોય છે. પરંતુ જે લોકો દારૂ વેચી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમણે આ બાબતે પોલીસને અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ વિનંતી કરી હતી કે ગામમાંથી દારૂનો આ વેપલો તાત્કાલિક બંધ કરાવવામાં આવે. જેથી તેમના પરિવારો બરબાદ થતા અટકી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા. ગ્રામજનોની માંગ છે કે દારૂ વેચનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે. ગ્રામજનોની આ વ્યથા દર્શાવે છે કે નાના ગામડાઓમાં પણ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો નબળો છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

