સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં નયબ મુખ્યમંત્રીનો પ્રચાર
કતારગામ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે વિપક્ષ ઉપર પ્રહાર
ટપોરીઓ ચાર મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ ઉભી કરી
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પ્રચાર ઝુંબેશ તેજ થઈ રહ્યુ છે ત્યારે સુરતના કતારગામ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ અંગે અને બિન હરીફ બેઠકોને લઈ મોટુ નિવેદન આપ્યુ હતું.
સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ નંબર સાત કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતું. હર્ષ સંઘવીએ વિપક્ષના નેતાઓને ચેતવણી આપતા કહ્યુ હતુ કે વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીને સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં પણ નક્કી કરી લીધું છે એક એક ને સીધા કરીને જ રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે 45 વર્ષના ઉપરના અહીં લોકોએ કોંગ્રેસનું થોડું ઘણું શાસન જોયું હશે જ્યારે 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું દુઃશાસન જોયું હશે. મારી ઉંમર અને મારી પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે કે જેમણે મોદી સાહેબનું રાજ જોયું છે.
સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર લુખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું જો કે આજે કોઈ ટપોરી હિંમત કરે તો ચાર મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ ઉભી કરીએ છીએ. તોસાથે ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાને લઈ હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે 200 સીટો ઉપર ભાજપ જીત થઈ ગઈ છે. જેણે ફોર્મ ભર્યા પ્રચારમાં નીકળ્યા અને લોકોનો આવકાર ન મળ્યો ગામડાઓમાં નો એન્ટ્રી થઈ એટલે બીજા 520 ખરી પડ્યા છે. અને ગઈકાલ સાંજ સુધીમાં ભાજપને 720 સીટ ઉપર વિજય હાંસિલ થયો છે.

