સુરતમાં ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલીશન
ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામ પર પાલિકા દ્વારા હથોડા ઝિંકાયા
અલગ અલગ છ મિલ્કતોનુ ડિમોલીશન હાથ ધરાયુ
સુરતમાં ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલીશન હાથ ધરાયુ હતું. ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામ પર પાલિકા દ્વારા હથોડા ઝિંકાયા હતાં.
સુરતમાં દર વર્ષે ખાડી પુરની સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈ હવે પાલિકા દ્વારા ખાડી કિનારે આવેલા દબાણો અને ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝિંકવાનુ શરૂ કર્યુ છે. ત્યારે સુરતમાં ખાડી કિનારે પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ અલગ અલગ છ મિલ્કતોનુ ડિમોલીશન હાથ ધરાયુ હતું. તો ડિમોલીશન સમયે કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. પાલિકા, ટોરન્ટ અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ડિમોલીશન સમયે હાજર રહ્યા હતાં.

