Site icon hindtv.in

દારૂ-ડ્રગ્સ તેમજ હિંસક ઘટનાઓ સામે પગલાં લવા માગ

દારૂ-ડ્રગ્સ તેમજ હિંસક ઘટનાઓ સામે પગલાં લવા માગ
Spread the love

દારૂ-ડ્રગ્સ તેમજ હિંસક ઘટનાઓ સામે પગલાં લવા માગ
આપએ પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર

સુરતના કાપોદ્રામાં થયેલી હત્યાની ઘટના મામલે આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે.

સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પો. કમિશ્નરશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભારે દુઃખની વાત છે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધો છે , ત્યારે સવાલ એ થાય છે કે આ આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે ? દારૂના નશામાં ધૂર્ત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે, એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાયદા – કાગળ સુધી જ સિમિત છે, સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ નથી મળતો ? વધુમાં જણાવ્યું હતું કે, દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માઝા મૂકી છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશ્નરને ખાસ વિનંતી કરે છે કે આવી જઘન્ય ઘટનાઓ રોકવા માટે સ્પેશ્યલ આયોજન કરવામાં આવે

Exit mobile version