સુરતમાં કિમથી એના એક્સપ્રેસ હાઇવે પર ટોલ મુક્તિની માગ.
ભાટિયા ટોલનાકા પર પણ ટોલ મુક્તિની માગ.
કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખી કરી માગ.
સુરતમાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ પર ટોલ ટેક્સ ઉઘરાવતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. જીજે ૫, જીજે 19ના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે ચાલું કરવામાં આવ્યો છે. કામરેજ તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં એક્સપ્રેસ વે પર પહેલા ફ્રી ટોલની જાહેરાત કરાઇ હતી. સુરત સીટીમાં જવા બે ટોલબુથ પર ટોલ ટેક્ષ આપવા લોકો મજબૂર બન્યા છે. પલસાણા ભાટિયા ટોલબુથ ઉપર ટેક્સ ચૂકવવા મજબૂર બન્યા છે. GJ5 અને GJ19ના વાહનચાલકોને રાહત આપવા માંગ કરવામાં આવી છે. કિમથી એના એક્સપ્રેસ હાઇવે પર ટોલ મુક્તિની અને ભાટિયા ટોલનાકા પર પણ ટોલ મુક્તિની માગ કરતા કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખ્યો છે
કામરેજ તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. એક્સપ્રેક્ષ શરૂ કરતા પહેલા ફ્રી ટોલ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. સુરત સીટીમાં જવા માટે હવે લોકોએ બે ટોલ બુથ પર ટેક્સ આપવાની ફરજ પડી રહી છે. એક્સપ્રેસ વેના ટોલ બુથ અને પલસાણા ભાટિયા ટોલ બુથ ઉપર ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

