Site icon hindtv.in

સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કાર્યવાહીની માંગ

સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કાર્યવાહીની માંગ
Spread the love

સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કાર્યવાહીની માંગ
ગભેણી ગામના લોકો દ્વારા કલેકટરાલયે પહોંચી ઉગ્ર રજુઆત કરી
ટ્રક ચાલકે એક 52 વર્ષીય સુરેશ પટેલને અડફેટે લેતા મોત થયું હતું

સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે ગભેણી ગામના લોકો દ્વારા કલેકટરાલયે પહોંચી ઉગ્ર રજુઆત કરાઈ હતી.

સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે ગભેણી ગામમાં બેફામ દોડતા ટ્રક ચાલકો હાલ બેફામ બન્યા હોય તેમ ગત 13મી જાન્યુઆરીના રોજ ટ્રક ચાલકે એક 52 વર્ષીય સુરેશ પટેલને

અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. જે અંગે સચીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અને પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરી કસુરવાર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને રજુઆત કરી હતી.

Exit mobile version