Site icon hindtv.in

સુરતમાં નાઝીયા ઈલાહી વિરુદ્ધ કાર્યવાહીની માંગ

સુરતમાં નાઝીયા ઈલાહી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
Spread the love

સુરતમાં નાઝીયા ઈલાહી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ

સુરતમાં મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, વડીલો અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નાઝીયા ઈલાહી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

અસામાજિક તત્વ નાજિયા ઈલાહી દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં સુરતના મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થયા હતા. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે આવા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક સૌહાર્દને અસર કરી શકે છે. જોકે કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ શાંતિ, કાયદાનું પાલન અને બંધારણીય માર્ગે પોતાની રજૂઆત કરવાની અપીલ કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ કોઈ પ્રકારના વિવાદ કે અશાંતિ નહીં પરંતુ કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાયની અપેક્ષા રાખે છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Exit mobile version