Site icon hindtv.in

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાનો આતંક

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાનો આતંક
Spread the love

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાનો આતંક
માંડવી ખાતે દીપડાનો વાછરડી પર હુમલો કરતાં મોત
રાત્રીના સમયે દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો

માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ખાતે દીપડાનો વાછરડી પર હુમલો કરતાં મોત.

માંડવી તાલુકા આવેલ ગામતળાવ બુજરંગ ગામ ખાતે ગતરોજ રાત્રિના 1.30 કલાકે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ ના તબેલામાં છ ગાય અને ત્રણ વાછરડી બાંધેલ હતી.તે માંથી એક અઢી વર્ષ ની વાછરડી પર રાત્રીના સમયે દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો હતો. વાછરડી તથા ગાયોના અવાજથી પશુપાલક તથા ઘરના આજુબાજુના લોકો ઉઠી ગયા હતા. લોકોના અવાજથી દિપડો મારણ મુકીને ભાગી ગયો હતો. થોડી જ વારમાં વાછરડીએ દમ તોડી દીધો હતો. આ વિસ્તારમાં છાસવારે દીપડાનો હુમલાઓ થતા રહ્યા છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરું ગોઠવે એવી તીવ્ર લોકમાં ગોઠવા પામી છે….હમીરસિંહ ચૌહાણ માંડવી.

 

Exit mobile version