ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુસીબત વધી
પાનોલીમાં 1300 કરોડના ડ્રગ્સ ઉત્પાદનના કેસમાં વધી શકે મુશ્કેલી
ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્મા
અંકલેશ્વરના પાનોલીમાં 1300 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઉત્પાદન કેસમાં સીલ કરાયેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની સરકારની રહેમ નજર સાથે ફરી ધમધમતી થઇ હોવાના નિવેદન મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે .
આપ પાર્ટીના ધારસાબભય ચૈતર વસાવાએ સરકાર સામે આંગળી ચીંધતા અંકલેશ્વરના પાનોલીની સીલ કરાયેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની કેવી રીતે ફરી ધમધમતી થઇ તેવો પ્રશ્ન કર્યો હતો. આપ ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારોએ વિડીયો જાહેર કર્યો છે.
લોન ભરપાઈ નહી કરી શકનાર ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની બેન્ક ઓફ કર્ણાટકાએ ટાંચમાં લીધા બાદ ઓક્શનમાં ચાર કારોબારીઓએ બાંધકામ અને પ્લોટ ખરીદી ઝેન્ટિકા ફાર્માના નામે નવી કંપની શરુ કરી છે .ધારાસભ્ય ચૈતર વસાવાની અધૂરી માહિતીના કારણે તેમની સાખ અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કરાયો છે ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી માટે તૈયારી બતાવવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

