Site icon hindtv.in

સુરતમાં હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો

સુરતમાં હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો
Spread the love

સુરતમાં હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો
સુરત શહેરમાં 22.73 ટકા હેડ ઇન્જરીમાં ઘટાડો થયો
ટ્રાફિક ડીસીપીએ સુરતીઓને હેલ્મેટ પહેરવા બદલ અભિનંદન આપ્યા

સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025 થી સુરતીઓએ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી છે. ત્યારે ઘણી વખત અકસ્માત દરમિયાન વાહન ચાલકે જો હેલ્મેટ પહેર્યું હોય તો તેમને માથાના ભાગમાં ઇજાઓ પહોંચતી નથી ત્યારે હેલ્મેટ પહેરવાના કડક અમલ પછી સુરતમાં 22.73 ટકા હેડ ઇન્જરીમાં ઘટાડો થયો છે

સુરત શહેરમાં ફેબ્રુઆરી 2025 થી હેલ્મેટનો અમલીકરણ કડક બન્યો છે. ત્યારે આ હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે આ સાથે હેડ ઇન્જરી એટલે કે અકસ્માત સમયે માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચવાની ઘટનામાં 22.73% નો ઘટાડો થયો છે. સુરતના ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ સુરતીઓને હેલ્મેટ પહેરવા બદલ અભિનંદન આપ્યા હતા અને હજુ પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. ટુ વ્હીલર પર દિવસે રાતે અથવા તો કોઈ પણ સમયે તમે નીકળો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Exit mobile version