Site icon hindtv.in

સુરતના સચીન ખાતે પાલીગામમાં માસુમ બાળકનુ મોત

સુરતના સચીન ખાતે પાલીગામમાં માસુમ બાળકનુ મોત
Spread the love

સુરતના સચીન ખાતે પાલીગામમાં માસુમ બાળકનુ મોત
મુખ્ય ગેટ અચાનક પડી જતા માસુમ બાળકનુ મોત નિપજ્યુ
યોગ્ય મરામત ન કરાતા આ દુર્ઘટના બની હોવાના આક્ષેપો

સુરતના સચીન ખાતે પાલીગામમાં મુખ્ય ગેટ અચાનક પડી જતા માસુમ બાળકનુ મોત નિપજ્યુ હતું જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક પડી જતાં માત્ર 4 વર્ષના સની કુમારનું મોત થયું છે. સની કુમાર આશરે બે મહિના પહેલા તેની માતા સાથે સુરત આવ્યો હતો અને મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો. દરમિયાન અચાનક મુખ્ય ગેટ બાળક પર પડતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાવીર પેલેસનો મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેની મરામત અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય મરામત ન કરાતા આ દુર્ઘટના બની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Exit mobile version