Site icon hindtv.in

સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ક્રિભકો કંપનીમાં કર્મચારીનુ મોત

સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ક્રિભકો કંપનીમાં કર્મચારીનુ મોત
Spread the love

સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ક્રિભકો કંપનીમાં કર્મચારીનુ મોત
ક્રિભકો કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનુ મોત
દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયુ

સુરતના ઈચ્છાપોર ખાતે આવેલી ક્રિભકો કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનુ મોત નિપજતા પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કર્યા બાદ ન્યાયની માંગ કરાઈ હતી.

સુરતના ઈચ્છાપોર ક્રિભકો કંપનીમાં કર્મચારીનું કરંટ લાગતા મોત નિપજતા મૃતક યુવકના પરિવારના ક્રિભકો કંપની પર ગંભીર આક્ષેપ કરાયા હતાં. વાત એમ છે કે સુરતના ઓલપાડમાં રહેતો અક્ષ દિપકભાઈ પટેલ ક્રિભકો કંપનીમાં ઇલેક્ટ્રીશન તરીકે કામ કરતો હતો અને કંપનીમાં અક્ષને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતાં. સેફ્ટીના સાધનો વગર જ કર્મચારી પાસે ચાલુ ઈલેક્ટ્રીક લાઈન પર કામ કરવામાં આવતું હતું. જેથી કર્મચારી અક્ષને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. એક ના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયુ છે. તો પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી ની માંગ કરી છે. હાલ ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version