અરેઠનાં તડકેશ્વર ગામની હદમાં મહિલાનું મોત.
રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલાકે ટક્કર મારતાં મહિલાનું મોત.
અરેઠનાં તડકેશ્વર ગામની હદમાં રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલાકે ટક્કર મારતાં મહિલાનું મોત. અરેઠનાં તડકેશ્વર ગામની હદમાં આવેલ ઝનરલ કંપની સામે સવારે ૮:૩૦ વાગ્યેનાં રોડ ક્રોસ કરતાં એક મહિલાને ઈકો કારનો ચાલાક ટક્કર મારતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ અરેઠનાં તડકેશ્વર ગામની હદમાં રોડ કીમ-માંડવી રોડ ક્રોસ કરતાં અરેઠનાં મોટા નૌગામા ગામનાં રહીશ જયાબેન દિનેશભાઇ પટેલ હતાં ત્યારે સામેથી આવતી મારુતિ ઇકો ગાડી નં.જીજે-19-બીએ-6162 નો ચાલાક પુરઝડપે તથા ગફલતભરી રીતનાં હંકારી લાવી જયાબેનને ટક્કર મારતાં બંન્ને હાથ તથા બન્ને પગમાં તથા માથાનાં ભાગે ઈજા પહોંચાડી ઘટનાં સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું, ત્યારબાદ પોલીસ ઘટનાં સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઈકો કારનાં ચાલાક વિરુધ્ધ ગુનો નોંધી. મરણ જનારની લાશ પીએમ. કરાવી એમનાં વાલી વારસોને સોંપી હતી. જોકે કીમ-માંડવી રોડનું નવનિકરણ કરાતાં આ માર્ગ ઉપર કાર ચાલાક પણ ઘેંટા બકરાંની જેમ પેસેન્જર લઈને સવાર સાંજ દોડે છે. અને નાની વયનાં ટાબરિયાંઓ પણ લાઈસન્સ વગર પોતાનાં વાહનો બેફામ હંકારતા હોય જેથી આવા વાહન ચાલકો વિરુધ્ધ જીલ્લા ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસ કાયદેસર કાર્યવાહી કરે એવી લોકમાંગ ઊઠવા પામી છે…

