Site icon hindtv.in

સુરતના પાંડેસરા વિસ્તારમાં કરંટ લાગતા મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં કરંટ લાગતા મોત
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં કરંટ લાગતા મોત
કૈલાશ ચોકડી પાસે વાયરમેન યુવાનને કામગીરી દરમિયાન કરંટ લાગ્યો
પરિવારે ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે વાયરમેન યુવાનને કામગીરી દરમિયાન કરંટ લાગતા મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે. તો પરિવારે ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો હતો.

સુરતમાં આકસ્મિક મોતને લઈ પરિવારજનોમાં શોક જોવા મળતો હોય  છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાશ ચોકડી નજીક બાલાજી નગરમાં રહેતા મુળ યુપીના પ્રતાપગઢના 26 વર્ષીય બ્રિજેશ કુમાર નિશાળનું કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. બ્રિજ સુરતમાં પરિવાર સાથે રહી રામચોક ગોલ્ડ રોડ પાસે વાયરમેન તરીકે કામ કરતો હતો જો કે અચાનક તેને કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો જેથી લોકોએ તેને તાત્કાલિક 108માં સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ બ્રિજેશનુ મોત નિપજ્યુ હોય તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તુટીપ ડ્યુ હતું. તો પીએમ અર્થે બ્રિજેશના શબને સિવિલ ખસેડાયો હતો જ્યાં પરિવારનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ નહી સ્વિકારવાની ચિમકી આપી હતી. વધુમાં મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હોય અને પત્નિ સાથે સુરતમાં રહેતો હોય અચાનક બ્રિજેશના મોતને લઈ પરિવાર પર આભ તુટી પડ્યુ છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version