Site icon hindtv.in

સુરત ખટોદરામાં મકાન માલિકના મારપીટના કારણે મોત

સુરત ખટોદરામાં મકાન માલિકના મારપીટના કારણે મોત
Spread the love

સુરત ખટોદરામાં મકાન માલિકના મારપીટના કારણે મોત
એક મહિનાનું ભાડું બાકી હોવાથી પરિવારને ઘરમાંથી બહાર કાઢ્યો
પીએમ રીપોર્ટ બાદ જ યુવાનના મોતનુ સાચુ કારણ સામે આવશે.

સુરતના ખટોદરા વિસ્તારમાં એક વ્યક્તિના મોતને લઈ પરિવારજનોએ મકાન માલિકના મારપીટના કારણે મોત થયું હોવાના આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. હાલ તો પીએમ રીપોર્ટ બાદ જ યુવાનના મોતનુ સાચુ કારણ સામે આવશે.

સુરતના ખટોદરા વિસ્તારમાં રણજીત મુખ્યા નામના ઈસમના મોતને લઈ વિવાદ સર્જાયો છે. મૃતકના પરિવારજનોએ મકાન માલિક પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે એક મહિનાનું ભાડું બાકી હોવાથી પરિવારને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાથે વધુમાં જણાવ્યુ હતુ કે મકાન માલિકે સામાન સાથે તેમને બહાર કાઢી મૂક્યા હતા તેમજ મારપીટ પણ કરી હતી. મૃતકના પુત્રે આરોપ લગાવ્યો છે કે આ મારપીટના કારણે જ તેમના પિતાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં ખડોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

Exit mobile version