Site icon hindtv.in

સુરતમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

સુરતમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
Spread the love

સુરતમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
સાઈડ પરથી ઈંટો નિચે પડતા એક મજુર મહિલાનું મોત

સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ કંપની પાસે ચાલી રહેલ બાંધકામ સાઈડ પરથી ઈંટો નિચે પડતા એક મજુર મહિલાને વાગતા મોત નિપજ્યુ હતું.

સુરતના ઉધના બીઆરસી લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ કંપની પાસે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં બાંધકામ સાઈડ પરથી ઈંટો નિચે પડતા એક મજુર મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલા અને તેનો પતિ બાંધકામ સાઈડથી કામ કરી પસાર થઈ ૨હયા હતા તે દરમિયાન મહિલાને ઈટ વાગતા ઈજા પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર માટે તેણીને હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી જેને લઈ હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version