Site icon hindtv.in

દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો

દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો
Spread the love

દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો
હુમલામાં બે ગોરક્ષક ગંભીર રીતે ઘાયલ થયા
ગૌરક્ષકો અને પોલીસ ઉપર ઈટ પથ્થર અને લાકડીઓ વડે હુમલો

દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો થતા હુમલામાં બે ગોરક્ષક ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે પોલીસ શું એક્શન લે છે એ હવે જોવાનું રહ્યું

વિઓ: ગત રાત્રે ગોરક્ષક ટીમને બાતમી મળી હતી કે બારીયાના સાલીયા ગામથી પીકપ ગાડીમાં કતલના ઇરાદે પશુધન લઈ જવાના છે, તેને લઈને ગૌરક્ષક ટીમ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન સાથે તૈયારી હાથ ધરવામાં આવી હતી ત્યારે પીકપ ગાડી GJ 20X 7030 રોકવામાં આવતા તે ગાડી ભગાડી લઈને દાહોદના કસબા તરફ લઈને ભાગ્યો હતો. ત્યારે તેની પાછળ ગોરક્ષક ટીમ અને પોલીસ પણ દોડી ગઈ હતી ત્યારે ત્યાં પહોંચતા ની સાથે મુસ્લિમ સમુદાયના 50 થી 60 ના ટોળા દ્વારા નાની ઉમરના છોકરાઓથી લઈને યુવાનો દ્વારા ગૌરક્ષકો અને પોલીસ ઉપર ઈટ પથ્થર અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ તેમજ ગૌરક્ષકોની ટીમેની જાન જોખમમાં મુકાઈ હતી જેમાં બે ગોરક્ષકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાથી હાલમાં એકને ઝાયડસ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ટોળા દ્વારા scorpio અને બાઈકને પણ નિશાન બનાવી ક્ષતિ ગ્રસ્ત કરવામાં આવ્યું હતું. જિલ્લાની અંદર વારંવાર ગૌરક્ષકો પર હુમલા કરવામાં આવે છે ત્યારે હવે આ મુદ્દે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું …

Exit mobile version