માંડવી બોરી ગામમા નહેરના પાણીમાં રાહુલ મહાજનની ડેડબોડી શોધી કાઢી
યુવક હાથ પગ ધોવા જતા પાણીમાં પડી જતા મૌત
માંડવી બોરી ગામની સીમમાંથી કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં અજાણ્યો યુવક હાથ પગ ધોવા જતા પાણીમાં પડી જતા ફાયર બ્રિગેડે રાહુલ મહાજનની ડેડબોડી શોધી કાઢી
આજરોજ તારીખ 17/6/2026 ના રોજ માંડવી તડકેશ્વર ની સીમામાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા મોટી નહેર માં બોરી ગામની સીમામાંથી એક અજાણ યુવક હાથ પગ ધોવા જતા નહેરના પાણીમાં પડી ગયો હતો જેની જાણ માંડવી પોલીસ સ્ટેશન દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી નહેરના પાણીમાં ડૂબી ગયેલા યુવાનની ડેડબોડી પાણીમાંથી બહાર કાઢેલ કાઢી હતી જેમાં તપાસ કરતા મરણ પામનારનું નામ રાહુલ છોટુ લાલ મહાજન ઉંમર વર્ષ 19 હાલ રહેવાસી રામેશ્વર નગર ન્યુ બામરોલી પાંડેસરા સુરત મૂળ રહેવાસી સિંધી ખેડા* *જિલ્લો ધુલે મહારાષ્ટ્ર નો રહીશ છે માંડવી પોલીસ દ્વારા ડેડ બોડી નો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

