Site icon hindtv.in

સુરતમાં ખાડીમાંઓથી લાશ મળવાનુ યથાવત

સુરતમાં ખાડીમાંઓથી લાશ મળવાનુ યથાવત
Spread the love

સુરતમાં ખાડીમાંઓથી લાશ મળવાનુ યથાવત
લીંબાયત વિસ્તારમાં નારાયણનગરની ખાડીમાંથી અજાણ્યાની લાશ
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

સુરતમાં ખાડીમાંઓથી લાશ મળવાનુ યથાવત હોય તેમ લીંબાયત વિસ્તારમાં નારાયણનગરની ખાડીમાંથી અજાણ્યાની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

સુરતના લીંબાયત વિસ્તારના નારાયણનગર પાસે આવેલી ખાડીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. વહેલી સવારે લોકોને ખાડીમાં મૃતદેહ દેખાતા તરત જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા લીંબાયત પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જોકે મૃતકનું મોત હત્યા છે કે આત્મહત્યા તે મુદ્દે હાલ અનેક આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે લોકોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version