રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનો બીજો દિવસ
બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સમિટમાં પહોંચ્યા
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
રાજકોટમાં યોજાયેલી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. આજે આ સમિટમા કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વિવિધ કરારો કરશે. વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો સાથે ઊર્જા ક્ષેત્રે ચર્ચાઓ કરવામાં આવી છે.
રાજકોટમાં યોજાયેલી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. આજે આ સમિટમા કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વિવિધ કરારો કરશે. વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો સાથે ઊર્જા ક્ષેત્રે ચર્ચાઓ કરવામાં આવી છે. આ સમિટમાં મુખ્ય ફોકસ સૂર્ય ઊર્જા અને હાઈડ્રો એનર્જી પર છે. આ સમિટમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા પણ જોડાયા છે.
આ સમિટમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે 2030 સુધીમાં 30 ગીગાવોટનું લક્ષ્ય હતું. જે મોદી સરકાર આવ્યા બાદ 100 ગીગાવોટનું થયું છે. સરકારનું લક્ષ્ય સામાન્ય માણસને મજબૂત બનાવવાનું છે. મફત વીજળી એ ફ્રી બીઝ નથી. સૌર ઉર્જામાં ગુજરાત મોડેલ પહેલાથી જ છે. 2014 કરતાં 50 ગણી સૌર ઊર્જા વધુ બની રહી છે. ઘર ઉપર વીજળી ઉત્પન્ન થાય એ સાધન આપીને સ્વાવલંબી બનાવવાનું લક્ષ્ય સરકારે સેવ્યું છે. હું ઉર્જામંત્રી બન્યો અને 10 મા દિવસે ગુજરાત આવ્યો હતો. મેં અલગ અલગ વિભાગોમાં જઈને સૌર ઊર્જા અંગે માહિતી મેળવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

