Site icon hindtv.in

સુરતમાં એટીએમ મશીનમાં સ્કિમર અને સ્વાઈપ મશીન મુકી ડેટા ચોરી

સુરતમાં એટીએમ મશીનમાં સ્કિમર અને સ્વાઈપ મશીન મુકી ડેટા ચોરી
Spread the love

સુરતમાં એટીએમ મશીનમાં સ્કિમર અને સ્વાઈપ મશીન મુકી ડેટા ચોરી
આઈ.ટી એક્ટના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
આરોપીને હરિયાણાના ગુરૂગ્રામ સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં એટીએમ મશીનમાં સ્કિમર અને સ્વાઈપ મશીન મુકી ગ્રાહકોના એટીએમ કાર્ડના ડેટા તથા પાસ્વર્ડની ચોરીના કરવાની સાથે આઈ.ટી એક્ટના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને હરિયાણાના ગુરૂગ્રામ સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલી સુચનાઓને લઈ પીઆઈ કેએ ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચઆર પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભરતસિંહ અને અહેકો દિનેશભાઇ તથા અપોકોબળવંતસિંહને ટેકનીકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે છ વર્ષની એટીએમ મશીનમાં સ્કિમર અને સ્વાઈપ મશીન મુકી ગ્રાહકોના એટીએમ કાર્ડના ડેટા તથા પાસ્વર્ડની ચોરી કરવાના અને આઈ.ટી એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને હરિયાણાના ગુરૂગ્રામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ રી હતી.

Exit mobile version