Site icon hindtv.in

દાંતીવાડા અને સીપુ ડેમ ઇન્ટરલીંકને મળી મંજૂરી

દાંતીવાડા અને સીપુ ડેમ ઇન્ટરલીંકને મળી મંજૂરી
Spread the love

દાંતીવાડા અને સીપુ ડેમ ઇન્ટરલીંકને મળી મંજૂરી
રાજ્ય સરકારે 119 કરોડના ખર્ચે આપી મંજૂરી
6 હજાર હેક્ટર જમીનને થશે સિંચાઈનો સીધો લાભ

રાજ્ય સરકાર દ્વારા સીપુ ડેમને ઇન્ટરલીંક કરવાની યોજનાને 119.13 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. ખેતી અને સિંચાઈના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નિર્ણય લેવામાં આવ્યો છે

બનાસકાંઠા જિલ્લાના ખેતી અને સિંચાઈના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા આ વિસ્તાર માટે દાંતીવાડા અને સીપુ ડેમને ઇન્ટરલીંક કરવાની યોજનાને ₹119.13 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. લાંબા સમયથી જોવા મળ્યું છે કે ચોમાસા દરમિયાન સીપુ ડેમમાં વરસાદી પાણીની આવક ઓછી રહેતી હતી, જેના કારણે તે ખાલી રહેતો હતો. બીજી તરફ, દાંતીવાડા ડેમ છલકાય ત્યારે વધારાનું પાણી વહી જતું હતું. હવે આ પ્રોજેક્ટ હેઠળ દાંતીવાડા ડેમનું વધારાનું પાણી પાઇપલાઇન દ્વારા સીપુ ડેમ તરફ ડાઇવર્ટ કરવામાં આવશે, જેથી પાણીનો વ્યય અટકશે.

આ ઇન્ટરલીંકિંગ પ્રોજેક્ટથી બનાસકાંઠાના પિયત વિસ્તારમાં મોટો વધારો થશે. આશરે 6000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી દાંતીવાડા અને સીપુ ડેમ હેઠળ આવતા ગામોના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમને રવી અને ઉનાળુ પાક માટે પણ પૂરતું પાણી મળી રહેશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version