જૂનાગઢના દામોદર કુંડમાં પૂર આવ્યું
જિલ્લા કલેક્ટરે પ્રતિબંધનો આદેશ કર્યો
દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર, વિલિંગ્ડન ડેમ પર પ્રતિબંધ
દામોદર કુંડમાં પુરના કારણે લોકો માટે પ્રતિબંધ
જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર વરસાદથી પાણીની આવક થઈ રહી છે.
જૂનાગઢ શહેરમાં 3 ઈંચ વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે. ભાદરવી અમાસ નિમિત્તે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે. કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. દામોદર કુંડ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે. શહેરના એમ જી રોડ, દોલતપરા, મધુરમમાં વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
