ભાવનગરમાં ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને નુકસાન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને નુકસાન
તકતીને નુકસાન પહોંચાડતા શીખ સમાજમાં રોષ

ભાવનગરમાં ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને નુકસાન પહોંચાડતા શીખ સમાજમાં રોષ

ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા સમર્પણ ચોકનું નામ શીખ સમાજના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નામ પર રાખવામાં આવ્યું હતું. આ ચોકમાં લગાવવામાં આવેલી ગુરુ ગોવિંદસિંહજીના નામની તકતીને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેને છાણા વડે ગંદી કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઘટનાને પગલે શીખ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર સત્કાર શીખ સેવા સમિતિના પ્રમુખ જગપાલ સિંઘે આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું છે કે, અગાઉ પણ અહીં ગુરુજીના નામનું બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. શીખ સમાજે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવીને દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *