Site icon hindtv.in

અરેઠ તાલુકાના પાતલ ગામે ટીસી બળી જવાથી નુકશાન

અરેઠ તાલુકાના પાતલ ગામે ટીસી બળી જવાથી નુકશાન
Spread the love

અરેઠ તાલુકાના પાતલ ગામે ટીસી બળી જવાથી નુકશાન
ખેડૂતને પાક નુકસાનની ભીતિ
શેરડીનો પાક સુકાવાના આરે

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના પાતલ ગામે ટીસી બળી જવાથી ખેડૂતને નુકસાનની ભીતિ – શેરડીનો પાક સુકાવાના આરે

અરેઠ તાલુકાના પાતલ ગામના હોળી ફળિયા વિસ્તારમાં ખેડૂત વસાવા નવીન બાબરભાઈને ટીસી બળી જવાથી સમયસર સિંચાઈ નહી મળતા શેરડીના ઊભેલા પાકને ગંભીર નુકસાન થવાની આશંકા ઊભી થઈ છે. ખેડૂતના જણાવ્યા મુજબ, અરેઠ ડિવિઝનના વિજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં “ટીસી મળશે ત્યારે ફિટ કરીશું” એવો જ આશ્વાસનભર્યો પણ અસ્પષ્ટ જવાબ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે.બાબરભાઈ લલ્લુભાઈ ગામિતના ખેતી વિસ્તારના વીજપોલ પરનો ટ્રાન્સફોર્મર લગભગ 20 દિવસ પહેલા બળી ગયો હતો. ત્યારથી અત્યારે સુધી નવો ટીસી લગાવવામાં આવ્યો નથી, જેના પરિણામે આશરે 10 વિઘામાં ઊભેલો શેરડીનોપાક પૂરતા પાણીના અભાવે સુકાઈ જવાની આ રે છે .સ્થાનિક ખેડૂતો દ્વારા વિજતંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક નવો ટ્રાન્સફોર્મર ફિટ કરવાની લોક માંગ ઉઠવા પામી છે , જેથી પાકને થતા મોટા નુકસાનને અટકાવી શકાય..

Exit mobile version