Site icon hindtv.in

સુરતમાં અસામાજિક તત્વોનો રોજેરોજ આતંક

સુરતમાં અસામાજિક તત્વોનો રોજેરોજ આતંક
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો રોજેરોજ આતંક
ડિંડોલીમાં સરાજાહેર યુવાન પર કાતર વડે હુમલો
હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ આતંક મચાવતા હોય છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં સરાજાહેર એક યુવાન પર કાતર વડે માથાભારે ઈસમે હુમલો કર્યો હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતની ડીંડોલી પોલીસના ફુટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે. ડીંડોલી વિસ્તારના પ્રયોસા બિલ્સ પાસે અસામાજિક તત્વ દ્વારા એક યુવાન પર કાતર વડે જીવલેણ હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના પાનના ગલ્લા પર લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં અચાનક કાતર સાથે આવેલા ઈસમે અન્ય ઈસમ પર સાત થી આઠ વાર કર્યા હતાં. તો હુમલાખોર પ્રશાંત નામનો ઈસમ હોવાનુ કહેવાય રહ્યુ છે. હાલ તો સીસીટીવી વાયરલ થતા પોલીસ આ મામલે શુ કામગીરી કરે છે તે જોવુ રહ્યું…

Exit mobile version