Site icon hindtv.in

દાહોદના વેપારીએ સંપૂર્ણપણે બંધને સમર્થન આપ્યું

દાહોદના વેપારીએ સંપૂર્ણપણે બંધને સમર્થન આપ્યું
Spread the love

દાહોદના વેપારીએ સંપૂર્ણપણે બંધને સમર્થન આપ્યું
દાહોદમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો
આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ
આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી

કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. ત્યારે દાહોદ હિન્દુ મહાસભા દ્વારા આજરોજ બંધનું એલાન કરવામાં આવ્યું હતું

હિન્દુ મહાસભા દ્વારા આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે. ત્યારે હિન્દુ મહાસભા દ્વારા આજરોજ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના પગલે દાહોદ માં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા પણ નગરપાલિકા ચોક ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો.

સોમવારે દાહોદ શહેર ના તમામ વેપારી અને લારી ગલ્લા ઍસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભુ બંધમાં જોડાયા હતા. શહેરના હિન્દુ મહાસભા અને હિન્દુ સંગઠનો સખત સજા મળે તેવી માંગ કરી હતી લોકોએ આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. આ બંધ વચ્ચે માત્ર આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી..

Exit mobile version