Site icon hindtv.in

સુરત ડિંડોલીમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ

સુરત ડિંડોલીમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ
Spread the love

સુરત ડિંડોલીમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ
ડિંડોલીમાંથી કિષ્ના પેકર્સના નામે ચાલતા ઈન્ટરનેશનલ સાયબર કૌભાંડ
પ્રતીક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલની ધરપકડ

સુરત એસઓજીની ટીમે ડિંડોલીમાંથી કિષ્ના પેકર્સના નામે ચાલતા ઈન્ટરનેશનલ સાયબર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીનવેલી બિલ્ડિંગના પહેલા માળે જ્યારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો હતો. છેલ્લા પાંચ વર્ષથી સક્રિય આ સાયબર ફ્રોડ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સના ઓઠા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી રહી હતી. આ ગેંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દુબઈ અને ચીન સુધી ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પ્રતીક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલ નામના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. આ આરોપીઓ છેલ્લા લાંબા સમયથી સાયબર માફિયાઓ માટે કામ કરી રહ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી દુબઈમાં બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સૂત્રધારના સીધા સંપર્કમાં હતી અને તેના આદેશ મુજબ જ ભારતમાં ઓપરેશન ચલાવતી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા અથવા લાલચમાં આવી જાય તેવા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ ધારકોને થોડા પૈસા આપી તેમની પાસેથી ચેકબુક, એટીએમ કાર્ડ, બેંક કિટ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સિમકાર્ડ મેળવી લેતા હતા.

આ ભાડાના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તેઓ દેશભરના લોકો સાથે ઓનલાઈન ઠગાઈના નાણાં મેળવતા હતાં. તપાસ દરમિયાન પોલીસને 14 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સની વિગતો જ્યારે એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કરવામાં આવી, ત્યારે આશ્ચર્યજનક રીતે આ એકાઉન્ટ્સ ભારતભરના 71 જેટલા અલગ-અલગ સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું છે. આ આંકડો સૂચવે છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું વિશાળ અને જોખમી હતું. તો આ અંગે એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version